ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
સોમવારે મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી ફ્લાઇટને પુશબેક આપતા વાહન (ટ્રેક્ટર)માં અચાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માત V26R સ્ટેન્ડ પર થયો હતો. આ વાહન મુંબઈથી જામનગરની ફ્લાઈટને પુશબેક આપવાનું હતું. જે સમયે પુશ કરનારી ગાડીમાં આગ લાગી એ સમયે પ્લેનમાં 85 લોકો સવાર હતા. આગથી પ્લેનમાં બેસેલા મુસાફરોને કોઈ નુકસાન થયુ નથી.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે સમયે વિમાનમાં 85 લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, એરપોર્ટ પ્રશાસને તત્પરતા દાખવીને આગને ઝડપથી કાબુમાં લીધી હતી. આ દરમિયાન ફ્લાઈટને કોઈ નુકસાન થયું નથી. વિમાને 12.04 વાગ્યે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછળ ધકેલવા માટે તેને આ ટ્રેક્ટરમાં લાવવામાં આવી હતી. આ ટ્રેક્ટર વિમાનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે જ અચાનક આગ લાગી હતી. જોકે ટ્રેક્ટરમાં આ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સોમવારની સવારે મુંબઈ શહેરના બે વિસ્તારમાં લાગી આગ. વિલેપાર્લે અને ભાયખલા. જાણો વિગત
#WATCH A pushback tug caught fire at #Mumbai airport earlier today; fire under control now. Airport operations normal. pic.twitter.com/OEeOwAjjRG
— ANI (@ANI) January 10, 2022