ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. ગુરૂવારે મુંબઈમાં કોરોના વાયરસના નવા 20,000થી વધુ કેસ નોંધાયા છે. થોડા દિવસ અગાઉ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે જો મુંબઈમાં કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા 20,000 સુધી પહોંચે તો લોકડાઉન પર વિચાર કરવો પડશે. આ અંગે બોલતા, મેયરે આજે મીની લોકડાઉનનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે હાલ સંપૂર્ણ લોકડાઉન કરવાનો કોઈ વિચાર નથી, પરંતુ મુંબઈકરોએ સાવચેત રહેવું જોઈએ અને નાગરિકોએ ગભરાવાની જગ્યાએ નિયમોનું પાલન કરવું જોઈએ.
મુંબઈમાં હાલ ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે 22,000 બેડ આરક્ષિત છે. કેટલાક બેડ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આરક્ષિત છે. જો કે, હાલમાં અસરગ્રસ્ત દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો દેખાતા નથી. હાલમાં હોસ્પિટલમાં 1,170 દર્દીઓ દાખલ છે, હાલમાં સંપૂર્ણ લોકડાઉન થશે નહીં, પરંતુ કેટલાક બેદરકાર નાગરિકોના કારણે દર્દીઓની સંખ્યા વધતી રહેશે તો કેટલાક આકરાં પગલાં લેવામાં આવી શકે છે તેવી સ્પષ્ટતા મેયરે કરી છે.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કોરોના, આટલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હવે કોર્ટ વર્ક ફ્રોમ હોમ ચાલશે
મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખતરાની સપાટી વટાવી ગઈ હોય તેવું લાગે છે. તેથી, આજે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેશે. એવી શક્યતા છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંજે 7 વાગ્યા સુધીમાં મુંબઈમાં પ્રતિબંધો અંગેના નિર્ણયની જાહેરાત કરે.