ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જાે કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો સંબંધ પૃથ્વીના વંકન સાથે છે નહીં કે સૂર્યના પૃથ્વીના અંતર સાથે. પૃથ્વી સૂર્યથી સરેરાશ ૧૫૦ મિલિયન કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરે છે. પરંતુ તા.૪ જાન્યુઆરીને મંગળવારે મધ્ય રાતના સમયે આમાંથી પાંચ મિલિયન કિલોમીટર અંતર ઓછું રાખી પૃથ્વી સૂર્ય પાસેથી પસાર થશે. આને ખગોળીય ભાષામાં પેરિહેલિયન કહે છે.
તા.૪ જાન્યુઆરીને આજે (મંગળવાર) ૧૨.૧૨ કલાકે મધ્ય રાત્રે એક અગત્યની ખગોળીય ઘટના બનશે. પૃથ્વી સૂર્યની નિકટથી પસાર થશે. દર વર્ષે તા.૩ કે તા.૪ જાન્યુઆરીએ આ ઘટના બને છે. આ દિવસે આપણી પૃથ્વી વર્ષમાં એક વખત સૂર્યની તદ્દન નજીક રહીને પરિક્રમણ કરે છે. જાે કે સૂર્યથી નિકટ હોવા છતાં આ સમયગાળામાં આપણા ભારત સહિતના ઉત્તર ગોળાર્ધના દેશોમાં ઠંડી અને શિયાળાની ઋતુ હોય છે. આવું કેમ બને ? આનું કારણ એ છે કે પૃથ્વીની અક્ષ નમેલી છે. આપણી પૃથ્વી વર્ષમાં એક વખત સૂર્યની તદ્દન નજીક રહીને પરિક્રમણ કરે છે. જેને પેરિહેલીયન એવું ખગોળીય નામ આપવામાં આવ્યું છે.
ઠાકરે સરકારની ચિંતા વધી, હવે મહારાષ્ટ્રના આ મંત્રી અને સાંસદ ને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં
ગ્રીક ભાષામાં પેરીનો અર્થ નજીક અને હેલીયોસનો અર્થ સૂર્ય થાય છે. એટલે કે સૂર્યનું તદ્દન નજીક હોવું. પૃથ્વી સૂર્યની વિષુવ અક્ષ સાથે ૨૩ ૧/૨ અંશનો ખૂણો પોતાની ઉત્તર – દક્ષિણ ધરીને રાખી ગતિ કરે છે આથી ઉત્તર ગોળાર્ધ પૃથ્વી સૂર્યની નજીક હોવા છતાં દૂર રહે છે અને શિયાળો અનુભવે છે. ઉત્તર ગોળાર્ધમાં અને ભારત જ્યાં છે તે કર્કવૃત માં સૂર્યના કિરણો દૂર રહે છે. તેનું કારણ પણ પૃથ્વીનું વાંકુ ધરી પર ફરવું તે છે. નહીં કે સૂર્યનું નજીક હોવું આથી જ સૂર્યની તદ્દન નજીક થી પૃથ્વી પસાર થતી હોવા છતાં ભારતમાં તો શિયાળાની કડકડતી ઠંડી જ રહે છે.