અરે વાહ, ઓમિક્રોનને ડિટેક્ટ કરતી પ્રથમ કિટને મળી ICMRની મંજૂરી; જાણો કોણે તૈયાર કરી છે આ કીટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર

દેશમાં વધતા જતા ઓમિક્રોનના કેસ વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ICMR એ ઓમિક્રોનની જાણકારી મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. જેને ટાટા મેડિકલે તૈયાર કરી છે. 

આ કીટ ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું નામ ઓમિસ્યોર છે.

જોકે ટાટા મેડિકલ, મુંબઈની કીટને 30 ડિસેમ્બરે જ મંજૂરી આપવામાં આવી હતી, જેની માહિતી હવે સામે આવી છે.

હાલમાં, દેશમાં ઓમિક્રોનને શોધવા માટે બીજી કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કીટનું વેચાણ અમેરિકાના થર્મો ફિશર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More