સાવચેત રહેજો! મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, શહેરમાં આજે ફરી નોંધાયા આટલા હજારથી વધુ કેસ, જાણો આજના તાજા આંકડા અહીં 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર 

મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં કોરોનાએ ફરી એકવાર ભારે ઉથલો માર્યો છે. રાજ્ય અને શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. BMCએ બહાર પાડેલા હેલ્થ બુલેટિન અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8,082 નવા કોવિડ -19 કેસ અને  બે દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પોઝિટિવિટી રેટ 16.39 ટકા નોંધાયો હતો.  

હાલમાં મુંબઈમાં 37,274 સક્રિય કોરોના દર્દીઓ છે. જોકે, 90% દર્દીઓ એસિમ્પટમેટિક છે. રવિવારે, મુંબઈમાં 8,063 કોવિડ-19 કેસ નોંધાયા હતા. દરમિયાન, મહારાષ્ટ્રમાં સોમવારે 60 નવા ઓમિક્રોન કેસ સાથે 12,160 નવા કોવિડ-19 કેસ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 સંબંધિત મૃત્યુ અને 1,748 રિકવરી પણ નોંધાઈ છે.

ન્યૂ યરની ઉજવણી માટે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝનો ક્રૂ કોરોના પોઝિટિવ, અધધ આટલા હજાર કરતા વધારે મુસાફર ફસાયા, ટેસ્ટિંગ જારી
 

મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં અચાનક થયેલા વધારા વચ્ચે, BMCએ આદેશ જારી કર્યો હતો કે, ધોરણ 1થી 9 અને ધોરણ 11 માટે શાળા અને જુનિયર કોલેજોમાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન બંધ રહેશે. જોકે, ઑનલાઇન વર્ગો ચાલુ રહેશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More