ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ ૨૭૦ બિલિયન છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૧૧૪ અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧ મસ્ક માટે શાનદાર રહ્યું છે. તેણે ઘણી સફળતાઓ હાંસલ કરી. વાર્ષિક ધોરણે સંપત્તિ વધારવાના મામલે પણ તેઓ વિશ્વમાં નંબર વન છે.
ટેસ્લા, સ્પેસએક્સ કંપનીના પ્રમુખ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની ગણતરી વિશ્વના સુપર જિનિયસમાં થાય છે. તે એવી વ્યક્તિ છે જેને ઓફિસમાં સૂવું ગમે છે. તેઓ ડઝનેક પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરે છે અને દરેક પ્રોજેક્ટમાં સમાન રીતે સક્રિય છે. આવી સ્થિતિમાં તેઓ આટલું બધું કામ કેવી રીતે મેનેજ કરે છે અને કેટલી ઊંઘ લઈ લે છે, તેનો અંદાજ લગાવી શકાય છે.
મસ્કે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે દરરોજના ૬ કલાક ઊંઘે છે. કામના કારણે, ઘણી વખત તેઓએ આના કરતાં પણ ઓછી ઊંઘ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેનાથી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે સ્વસ્થ મન માટે ૬ કલાકની ઊંઘ જરૂરી છે. તેણે કહ્યું કે એવો સમયે પણ આવ્યા છે જ્યારે તે કેટલાંક અઠવાડિયા સુધી માત્ર થોડા કલાકો જ ઊંઘી શક્યા છે. જો કે, તેને આદત બનાવી શકાતી નથી. મસ્કે કહ્યું કે રાત્રે ૬ કલાકની ઊંઘ જરૂરી છે.
લખીમપુર હિંસા મામલે આટલા હજાર પાનાની ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીનો દીકરો આશીષ મુખ્ય આરોપી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિસર્ચર લેક્સ ફ્રિડમેન સાથેની ખાસ વાતચીતમાં મસ્કે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મારી સલાહ હશે કે પુસ્તક વાંચવા પર ધ્યાન આપો. નેતા બનવાનું ટાળો અને લોકોને મદદ કરો. યુવાનોને સલાહ આપતાં તેમણે કહ્યું કે જીવનમાં મોટું કરવું હોય તો જીવનમાં ઉપયોગી બનવાનો પ્રયાસ કરો.
મસ્કએ કહ્યું કે યુવાનો માટે હંમેશા મારો અભિપ્રાય રહેશે કે તેઓએ જીવનમાં કંઈક એવું કામ કરવું જોઈએ જેની સમાજ, દુનિયા અને અન્ય લોકો પર સકારાત્મક અસર પડે. વિશ્વમાં ઉપયોગી બનવું ખૂબ જ મુશ્કેલ છે. તેમણે યુવાનોને જીવનમાં તમે જે ઉપભોગ કરો છો તેના કરતાં વધુ યોગદાન આપવા જણાવ્યું હતું.