ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. પ્રતિદિન એકહજારથી દોઢ હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં હવે બોરીવલી રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ સ્ટાફનો એક કર્મચારી કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રશાસને તુરંત તેની સાથે રહેલા અન્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી નાખ્યા હતા.
બોરીવલી રેલવે સ્ટેશન પરના બુકિંગ ઓફિસના કર્મચારીની તબિયત સારી ન જણાતા તેનો સ્ટેશન પરિસરમાં જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તુરંત સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તો તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી નાખવામા આવ્યા હતા અને તેમના આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા. હાલ તેમના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે.
મુંબઈની તમામ હોટલ, પબ અને બાર માલિકો માટે BMCએ બહાર પાડી નવી માર્ગદર્શિકાઃ આ શરતે વ્યવસાય કરી શકશે. જાણો વિગત
રેલવે પ્રશાસનના કહેવા મુજબ તેમના મોટાભાગના કર્મચારીઓના વેક્સિનેશન થઈ ગયા છે. જેમાં સેન્ટ્રલ રેલવેના એક લાખ કર્મચારીઓમાંથી 85 ટકાએ વૅક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. જયારે 99 ટકા કર્મચારીઓનો પહેલો ડોઝ થયો છે. જયારે બંને ડોઝ લેનારા કર્મચારીઓનું પ્રમાણ 89.81 ટકા છે.