ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોઝ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા, આ સીરીઝ બાદ લેશે સંન્યાસ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

ગુરુવાર.  

ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 

ખેલાડીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. 

ટેલરે કહ્યું છે કે તે ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની છ વનડે મેચ બાદ રમતમાંથી નિવૃત્તિ લેશે. 

ટેલરે ટેસ્ટ ક્રિકેટમાં 7584 રન અને વનડેમાં 8591 રન બનાવ્યા છે અને ત્રણેય ફોર્મેટમાં 18,074 રન બનાવ્યા છે.  

ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ માટે ટેલર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. 

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશે એ મહોમ્મદના આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More