264
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
નાગાલેન્ડમાં વિવાદિત કાયદા સશસ્ત્ર બળ (વિશેષ) અધિકાર અધિનિયમને 6 મહિના સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
એટલે કે આ કાયદો હવે 30 જૂન સુધી લાગુ રહેશે.
ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
આ કાયદો સેનાને રાજ્યના અશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ સ્વતંત્રરૂપે સંચાલન કરવાનો વ્યાપક અધિકાર આપે છે.
જે ક્ષેત્રોમાં AFSPA લાગુ છે ત્યાં કોઈ પણ સૈન્યકર્મીને કેન્દ્રની મંજૂરી વગર દૂર કે પરેશાન ન કરી શકાય.
આ સિવાય આ કાયદાને એવા વિસ્તારોમાં પણ લગાવવામાં આવે છે જ્યાં પોલીસ અને અર્ધસૈનિક બળ આતંકવાદ, ઉગ્રવાદ કે પછી બાહ્ય તાકાતો સામે લડવામાં નિષ્ફળ સાબિત થાય છે.
ધર્મસંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કાલીચરણની અહીંથી થઇ ધરપકડ
You Might Be Interested In