ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
ઈઝરાયેલના છૂટાછેડા સાથે જોડાયેલો એક મામલો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં ઈઝરાયેલની ટીકા થઈ રહી છે. વાસ્તવમાં વાત જાણે એમ છે કે ઓસ્ટ્રેલિયન નાગરિક નૉમ હુપર્ટને ઈઝરાયલ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણ કે તેની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. ઈઝરાયલની કોર્ટે પ્રતિબંધની મુદ્દત અને ભરણપોષણની જે રકમ નક્કી કરી છે, જેને લઇ હોબાળો થયો છે.
મીડિયા રિપોર્ટસ મુજબ, ઈઝરાયેલની કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે નોમ હપર્ટ 31 ડિસેમ્બર 9999 સુધી દેશ છોડી શકે નહીં. એટલે કે એક રીતે તેમને આગામી 8,000 વર્ષ સુધી 'કેદ'માં રહેવું પડશે. સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે જો હુપર્ટ આ સજામાંથી બચવા માંગે છે, તો તેણે 3 મિલિયન ડોલર (લગભગ 47 કરોડ રૂપિયા) એલિમોની અને બાળકોના ઉછેર માટે ચૂકવવા પડશે. કોર્ટે કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયન નાગરિક 3 મિલિયન ડોલર ચૂકવે છે તો તેને સજામાંથી મુક્ત કરી શકાય છે, નહીં તો તેણે ઇઝરાયેલમાં જ રહેવું પડશે. આ મામલો બ્રિટિશ જર્નાલિસ્ટ મરિયાને અઝીઝીએ ઉઠાવ્યો છે.તેમનું કહેવું છે કે આ પ્રકારની મુશ્કેલી કેટલાંય ઓસ્ટ્રેલિયન નાગરિકને થઇ શકે છે. આ દ્રષ્ટિથી આ અંગે કંઇક કરવાની જરૂર છે. જોકે આ કેસ અંગે દૂતાવાસ પાસેથી કોઈ માહિતી મળી નથી.
જેકી શ્રોફના જ્યોતિષી પિતાએ તેમના ભાઈના મૃત્યુ ને લઈ ને કરી હતી આ આગાહી, અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી આ વ્યક્તિ 2012માં પોતાના બે બાળકો સાથે ઈઝરાયેલમાં રહેવા આવ્યો હતો. ત્યારે તેમની પત્નીએ ઇઝરાયલની કોર્ટમાં તેના વિરૂદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને સાંભળીને શખ્સના હોંશ ઉડી ગયા છે. તેઓ પોતાને ફસાવ્યા હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે. તો આ સજા પર માનવાધિકાર કાર્યકર્તાઓએ પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. કોર્ટના નિર્ણયમાં કહ્યું છે કે નૉમ હુપર્ટ રજા મનાવવા અને કામ કરવા માટે પણ બહાર નહીં જઈ શકે.