ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
મુંબઈ શહેર સહિત આખા મહારાષ્ટ્રમાં કડક નિર્બંધો લાગુ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે શુક્રવારે મોડી રાત્રે જાહેર કરેલી નિયમાવલી અનુસાર શુક્રવાર મઘ્યરાત્રિથી આખા મહારાષ્ટ્રમાં 9:00 થી શરૂ કરીને 06:00 સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે રાત્રે ૯ થી સવારે 06:00 સુધી પાંચથી વધુ માણસો એકત્રિત નહીં થઈ શકે.
આ ઉપરાંત રાજ્ય સરકારે લગ્ન પર મહેમાનોની હાજરી સંદર્ભે પણ કડક નિયંત્રણો લાદ્યા છે. જે મુજબ લગ્ન પ્રસંગમાં સો થી વધુ માણસો હાજર નહીં રહી શકે. આ સિવાય તમામ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમો પર અગાઉની માફક પ્રતિબંધો ચાલુ રહેશે
રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને પુરી સત્તા આપી છે તેમ જ ગમે તે વિસ્તારમાં જરૂરત અનુસાર કડક પગલા લેવાની છૂટ આપી દીધી છે.
આનો અર્થ સ્પષ્ટ થાય છે કે આ વર્ષે ૩૧મી ડિસેમ્બરના કોઈપણ કમર્શિયલ અથવા અન્ય પ્રકારના આયોજન શક્ય નહીં બને.