ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
શિયાળાની ઠંડીમાં ખાસ કરીને ડિસેમ્બરમાં બજારમાં મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરી જોવા મળે છે. ક્રિસમસ સમયમાં મોટા પ્રમાણમાં મિઠાઈ સહિત અન્ય ખાદ્યપદાર્થમાં સ્ટ્રોબેરીનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ વખતના કમોસમી વરસાદે સ્ટ્રોબેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. અત્યંત ડેલીકેટ્સ કહેવાતા સ્ટ્રોબેરીના પાકને વરસાદે ધોઈ નાખ્યો હતો. બજારમાં સ્ટ્રોબેરી છે, પરંતુ તેનું પ્રમાણ બહુ ઓછું છે.
મહાબળેશ્વર,વાઈ અને પંચગીનીમાં મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારો ઠંડા ગણાય છે. પરંતુ આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર પણ વરસાદ પડયો હતો. તેથી સ્ટ્રોબેરીના પાકનું ધોવાણ થઈ ગયું હતું. અનેક જગ્યાએ પાકને ફુગ લાગી ગઈ હતી. તેથી તેના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો રહ્યો છે.
દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્ર્મણ: આ રાજ્યની એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટીવ આવતા ખળભળાટ.
હાલ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં શિયાળાની મોસમ બરોબરની જામી છે. સ્ટ્રોબેરીના પાક માટે ઠંડી જરૂરી છે. તેથી આગામી દિવસોમાં વાતાવરણ જો આવું જ આહલાદાયક રહ્યું તો સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં વધારો થવાની શકયતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.