આજનું જ્ઞાન : ભારતના ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિનને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવણી કરાય છે, જાણો તેની પાછળનું કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

ગુરુવાર

 જાણીતા ગણિતશાસ્ત્રીઓ માને છે કે, માનવ જીવનના વિકાસમાં ગણિતનું ખૂબ મહત્વ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગણિત વિશે જાગૃત કરવાનો છે. વિશ્વ વિખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજને ગણિતને સરળ બનાવવા અને લોકોમાં તેની લોકપ્રિયતા વધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેને સરળતાથી સમજાવવા માટે ગણિતના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે.ભારતમાં દર વર્ષે ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજાેડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર, ચાલો જાણીએ કે ગણિતશાસ્ત્રી રામાનુજન કોણ હતા, તેમણે ગણિતના ક્ષેત્રમાં કેવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું.

 

શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રામાનુજન ગણિતમાં સારા નંબરો લાવતા હતા. ગણિતમાં જેટલો રસ હતો તેટલો અન્ય વિષયોમાં નહોતો. તે ગણિત સિવાયના અન્ય વિષયોમાં એટલા નબળા હતા કે તે નાપાસ થતા હતા. પરંતુ તેમને ગણિત સાથે એટલો બધો પ્રેમ હતો કે, તેણે આ વિષયમાં એક અલગ જ ઓળખ બનાવી. આ પછી તેને વધુ અભ્યાસ માટે શાળાઓમાંથી શિષ્યવૃત્તિ મળવા લાગી. માત્ર ૧૨ વર્ષમાં તેણે ત્રિકોણમિતિમાં મહારત મેળવી લીધી. ૧૩ વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ. આલે. લોનીનું ત્રિકોણમિતિ પરનું વિશ્વ વિખ્યાત પુસ્તક વાંચીને, તેમણે પોતાનો ગાણિતિક સિદ્ધાંત બનાવ્યો. તેમણે કોઈની મદદ વિના ખૂબ જ નાની ઉંમરે ઘણા પ્રમેયની રચના કરી.

 

આ વિશેષ યોગદાન માટે ભારત સરકારે તેમને અનેક સન્માનોથી સન્માનિત કર્યા. આ પછી તેમણે ઘણા નવા ગાણિતિક સૂત્રો લખ્યા. શ્રીનિવાસ રામાનુજનનું ૨૬ એપ્રિલ ૧૯૨૦ ના રોજ ખૂબ જ નાની ઉંમરે (૩૩ વર્ષ) ટીબી રોગને કારણે અવસાન થયું. ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ, તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણીના ઉદઘાટન સમારોહ દરમિયાન ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More