અંડર-૧૯ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ બેટ્‌સમેનને બનાવ્યા ભારતીય ટીમના અંડર-૧૯ના કેપ્ટન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

મંગળવાર. 

ઓલ ઈન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝમાં ૧૪ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન રમાનારી આગામી આઈસીસી અંડર-૧૯ મેન્સ ક્રિકેટ વર્લ્‌ડ કપ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. મ્ઝ્રઝ્રૈંએ એક પ્રેસ રીલીઝ જાહેર કરી આ અંગે જાણકારી આપી હતી. ટીમમાં કુલ ૧૭ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે ટીમ સાથે વેસ્ટઇન્ડીઝ મોકલવામાં આવશે. દિલ્હીના યશ ધૂલને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે આંધ્રપ્રદેશના એસકે રશીદને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વર્લ્‌ડકપમાં કુલ ૧૬ ટીમો ભાગ લેશે. તમામ ટીમો કુલ ૪૮ મેચોમાં સામ-સામે ટકરાશે. અંડર-૧૯ વર્લ્‌ડ કપમાં ટીમ ઇન્ડિયા સૌથી સફળ ટીમ છે. ભારતે વર્ષ ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨ અને ૨૦૧૮માં સૌથી વધુ ચાર વખત ટાઇટલ જીત્યા છે.

ગોવામાં 2017 થી અડધાથી વધુ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો, પક્ષપલટાનો સૌથી મોટો ફાયદો આ દિગ્ગજ પાર્ટીને થયો
 

ભારત ૨૦૧૬ અને ૨૦૨૦માં રનર્સઅપ પણ રહ્યું હતું. વર્ષ ૨૦૦૦માં મહોમ્મદ કૈફ, ૨૦૦૮માં વિરાટ કોહલી, ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદ અને ૨૦૧૮માં પૃથ્વી શોની આગેવાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.  ટુર્નામેન્ટના ફોર્મેટમાં, ચાર ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર લીગમાં આગળ વધશે, જ્યારે બાકીની ટીમો પ્લેટ ગ્રૂપમાં ૨૩ દિવસની સ્પર્ધા માટે રમશે. ભારતીય ટીમ ૧૫ જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.દિલ્હીના બેટ્‌સમેન યશ ધૂલ વેસ્ટ ઈન્ડિઝમાં ૧૪ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર અંડર-૧૯ વર્લ્‌ડ કપમાં ભારતની ૧૭ સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ રવિવારે આ અંગે જાહેરાત કરી હતી. ચાર વખતના ચેમ્પિયન ભારતીય ટીમને ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને યુગાન્ડાની સાથે રાખવામાં આવી છે. યશ ધૂલ (કેપ્ટન), એસકે રશીદ (વાઈસ કેપ્ટન), હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, નિશાંત સિંધુ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્ય યાદવ, રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હેંગરગેકર, વાસુ વત્સ, વિક્કી ઓસ્તવાલ, રવિકુમાર, ગર્વ સાંગ. સ્ટેન્ડબાય ખેલાડીઃ રિશિત રેડ્ડી, ઉદય શરણ, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More