ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી નજીક આવી રહી છે. મતદારોને રીઝવવા ખાતર નગરસેવકો પોતાના વોર્ડમાં રસ્તા કામ કરાવવાની ઘાઈ થઈ છે. આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા સત્તાધારી પાર્ટી શિવસેના રસ્તાના કામના પ્રસ્તાવને મંજૂરી આપવા માગે છે. મુંબઈના રસ્તાના જુદા જુદા કામના લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાના પ્રસ્તાવ તબક્કાવાર સ્થાયી સમિતિમાં મંજૂરી માટે પાલિકા પ્રશાસન લાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે રસ્તાના કામમા કોન્ટ્રાક્ટર ઓછી બોલી લગાવતા ગુણવત્તાનું કારણ આગળ ધરીને અગાઉના ટેન્ડરને રદ કરી દેવામા આવ્યા હતા.
હાલ મુંબઈમાં સિમેન્ટના, છ મીટર નીચેના રસ્તાનું સિમેન્ટ કૉંક્રીટીકરણ તથા નાના રસ્તાઓનું ડામરીકરણના કામ આગામી દિવસમાં કરવામાં આવવાનું છે. અગાઉ રસ્તાના કામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડયા હતા, જેમાં કોન્ટ્રેક્ટરોએ ૩૦ ટકાથી ઓછી બોલી લગાવી હતી. તેથી રાજ્યના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને આ મુદ્દે ફરિયાદ કરીને ધ્યાન આપવાની વિનંતી કરી હતી.
રસોઈ બનાવવી અને કાર ચલાવવી મોંઘી થઈ, આજે ફરી વધ્યા PNG-CNGના ભાવ; જાણો કેટલે પહોંચી કિંમત
પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસૂએ અગાઉના ટેન્ડર રદ કરીને નવસેરથી ટેન્ડર બહાર પાડયા હતા. લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાના આ કામ છે, રસ્તાના કામ ૮૦:૨૦ ટકા ફૉર્મ્યુલાને આધારે કરાશે. કામ પૂરા થયા બાદ ૮૦ ટકા રકમ અને લાયેબિલીટી પિરિયડ પૂરા થયા બાદ બાકીની ૨૦ ટકા રકમ અપાશે. રસ્તાના કામની ગુણવત્તા જાળવી રાખવા માટે ક્વોલીટી મેનેજમેન્ટ એજન્સી પણ નિમવામાં આવશે.