ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે.
તેમણે વિધાનસભામાં કહ્યું કે, 'જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.'
ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે, અધ્યક્ષ પોતે જ હસવા લાગ્યા હતા.
આ નિવેદન સમયે વિધાનસભા ગૃહમાં પૂર અને તેના કારણે થતા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ચર્ચામાં ઘણા ધારાસભ્યો તેમના મતવિસ્તારની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા.
સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીએ કહ્યું કે તેમની ફરિયાદ માત્ર એટલી જ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યુ. પૂર્વ મંત્રી રમેશ કુમારે દરમિયાનગીરી કરી અને કહ્યું, “જુઓ, એક કહેવત છે – “જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે સૂઈ જાઓ અને મજા કરો.” તમે પણ એવી જ હાલતમાં છો.
અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ કુમારે આવી અભદ્ર ટિપ્પણી પહેલીવાર કરી હોય તેવુ નથી. જ્યારે તેઓ કર્ણાટક વિધાનસભાના સ્પીકર હતા ત્યારે તેમણે પોતાની સરખામણી બળાત્કાર પીડિતા સાથે કરી હતી.