ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
બહુચર્ચિત શીના બોરા મર્ડર કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને પત્ર લખીને આપેલા નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો છે.
શીના બોરા મર્ડર કેસમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ CBIને પત્ર લખીને દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે. ઈન્દ્રાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જેલમાં તેને મળેલી એક મહિલાએ કાશ્મીરમાં શીના બોરાને મળી હતી અને જોઈ હતી. ઈન્દ્રાણી મુખર્જીએ આ પત્રમાં CBIને કાશ્મીરમાં શીના બોરાને શોધવાની માંગ કરી છે. પત્ર લખવાની સાથે જ તેણે CBIની સ્પેશિયલ કોર્ટ સમક્ષ એક અરજી પણ દાખલ કરી છે, જેના પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.
બેદરકારી ભારે પડી! 77 દેશોમાં પહોંચી ગયો ઓમિક્રોન, આટલા હજાર લોકો થયા સંક્રમિત; જાણો વિગતે
24 એપ્રિલ, 2012ના શીના બોરાની હત્યા કરવામાં આવી હતી. ઈન્દ્રાણીના ડ્રાઈવર શ્યામવર રાયની ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. શીના બોરા ઈન્દ્રાણી મુખર્જીના પહેલા પતિની પુત્રી છે, જેની 2012માં હત્યા થઈ હતી. હત્યાના સંદર્ભમાં 2015માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્દ્રાણી મુખર્જી 2015થી ભાયખલા મહિલા જેલમાં બંધ છે. ગયા મહિને મુંબઈ હાઈકોર્ટે તેની જામીનની અરજી ફગાવી દીધી હતી. હવે તે સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.