237
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં OBC અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
ઓબીસી માટે અનામત બેઠકોને સામાન્ય બેઠકોમાં ફેરવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે OBC માટે 27 ટકા અનામતની મહારાષ્ટ્ર સરકારની અરજીને રદ કરી દીધી છે.
સાથે જ કોર્ટે કહ્યું કે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત આપવામાં આવી હતી. આ બેઠકોને સામાન્ય બેઠકો ગણીને ચૂંટણી યોજવી જોઈએ.
કોર્ટે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ તુરત એક અધિસૂચના જાહેર કરે કે ઓબીસી અનામત સીટોને સામાન્ય સીટ માનવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBC ઉમેદવારો માટે 27% અનામત બેઠકો પર રોક લગાવી દીધી હતી.
You Might Be Interested In