ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
લંડનમાં શાહી નિવાસસ્થાન કેન્સિંગ્ટન પેલેસ પાસે પોલીસ સાથેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું.કેન્સિંગ્ટન પેલેસમાં માર્લોસ રોડ નજીકના વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ સવારે ૩ઃ૦૫ વાગ્યે એક વ્યક્તિ બેંક અને દુકાનોમાં પ્રવેશતો જાેવા મળ્યો હતો. તે પછી તે એક વાહનમાં વિસ્તારથી નીકળતો જાેવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ કરતા પહેલા સશસ્ત્ર અધિકારીઓ દ્વારા લગભગ ૧૫ મિનિટ પછી કેન્સિંગ્ટન રોડ અને પેલેસ ગેટના જંક્શન પર વાહનને અટકાવવામાં આવ્યું હતું. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ અને લંડન એર એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પરંતુ સાંજે ૪ઃ૦૮ વાગ્યે તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓ વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરવાનો અને તેના પરિવારના સભ્યોને જાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરિંગની તપાસ ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (ૈર્ંંઁઝ્ર)ને સોંપવામાં આવી છે. જેણે પુષ્ટિ કરી છે કે તપાસ શરૂ થઈ ગઈ છે. મેટ્રોપોલિટન પોલીસ ફોર્સે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે બંદૂક લઈને એક વ્યક્તિ પશ્ચિમ લંડનના કેન્સિંગ્ટન વિસ્તારમાં બેંક અને એક દુકાનમાં ઘૂસ્યો હતો. તેણે કહ્યું કે વ્યક્તિ વાહનમાં ફરાર થઈ ગયો હતો. જેને નજીકના પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો. તે જગ્યાએ અનેક દૂતાવાસો તેમજ પ્રિન્સ વિલિયમ, તેની પત્ની કેટ અને ત્રણ બાળકોના સત્તાવાર નિવાસસ્થાનો છે. આ જગ્યાએ રાજવી પરિવારના ઘણા સભ્યોના રહેઠાણ પણ છે. પોલીસે જણાવ્યું હતું કે માણસને રોકવા માટે ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં તેનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે તે આતંકવાદની ઘટના હોવાનું જણાતું નથી. મામલાની તપાસ ચાલી રહી છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેણે પોલીસને કાળી મર્સિડીઝ પર ગોળીબાર કરતા જાેયો હતો. પોલીસે કહ્યું કે હાલ આ ઘટનાને કારણે લોકોને કોઈ ખતરો નથી. મીડિયા સાથેની વાતચીતમાં પ્રત્યક્ષદર્શીએ વધુમાં કહ્યું હતું કે, તેણે પોલીસને રાઈફલો સાથે વાહનને ઘેરી લેતા જાેયા અને પછી પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કારની અંદરથી અવાજ આવ્યો કે પોલીસ તેમની પાછળ છે. આ પછી પોલીસે કાર પર બે વખત ફાયરિંગ કર્યું હતું. આ પછી પોલીસે ગોળીબાર કર્યો. તેણે કહ્યું કે તેને ડર હતો કે કારમાં વિસ્ફોટ થઈ શકે છે. તેથી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો અને તે દરમિયાન તેણે ફરીથી ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.