ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
જે વેક્સિનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેને શરૂઆતના ડેટાના આધારે ડિઝાઈન કરાઈ છે. આ માનવ શરીરમાં સારી પ્રતિક્રિયા આપવા અને લોકોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. આપણે જાણીએ છીએ કે વેક્સિનના અનેક ડોઝ લેવાનો દુષ્પ્રભાવ વધારે રહે છે. નિક્કી ટર્નરે કહ્યું કે આ નિશ્ચિત રીતે યોગ્ય નથી. અમારી પાસે આ વાતનું કોઈ સબૂત નથી કે આ વેક્સિનને વધારે લેવાથી કોઈ વ્યક્તિને કોઈ પ્રકારના દુષ્પ્રભાવનો સામનો કરવો પડ્યો હોય. આ સુરક્ષિત કામ નથી, આ રીતે તે વ્યક્તિએ પોતાને જ જાેખમમાં મૂક્યો છે. એક રિપોર્ટમાં પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી કે લોકો અન્યને ઓળખપત્રનો ફાયદો ઉઠાવીને અનેક વાર કોરોના વેક્સિનેશન કરાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ એ વખતે કહ્યું હતું કે કોરોના વેક્સિન અને કાર્યક્રમના કર્મતારીઓએ પોલિસને તેની સૂચના આપી હતી.ન્યૂઝીલેન્ડમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સિન અને વેક્સિનેશન કાર્યક્રમના આધારે મળેલી માહિતિને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ન્યૂઝીલેન્ડમાં એક જ વ્યક્તિએ ૨૪ કલાકમાં ૧૦ વાર કોરોના વેક્સિન લગાવડાવી. ત્યારબાદ હવે સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેના માટે આ વ્યક્તિએ એક દિવસમાં અનેક વાર વેક્સિન કેન્દ્રની મુલાકાત લીધી અને સાથે તેને રોજ ડોઝ આપવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ સ્થિતિને લઈને અમે ચિંતિત છીએ અને સાથે જ તેની પર કામ પણ કરી રહ્યા છીએ. જાે તમે એવી વ્યક્તિને જાણો છો કે જેણે એકથી વધારે વખત વેક્સિન લીધી છે તો તમારે મંત્રાલયને જાણ કરવી. મંત્રાલય એ તપાસ નહીં કરે કે ઘટના ક્યાં બની છે. આ ઘટનાને લઈને વેક્સિનેશન સલાહકાર કેન્દ્રની ચિકિત્સા નિર્દેશક અને ઓકલેન્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર નિક્કી ટર્નરે કહ્યું કે એક દિવસમાં એટલી રસી લેવાનો કોઈ ડેટા હતો નહીં.