ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. રાત્રે ૨ઃ૧૧ વાગ્યે એક ટિ્વટ કરવામાં આવ્યુ જેમાં દાવો કર્યો હતો કે ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની માન્યતા આપી છે અને સરકાર લોકોને ૫૦૦ બિટકોઈન ખરીદવા મંજૂરી આપી રહી છે બે મિનિટ પછી, આ ટ્વીટ તરત જ ડીલીટ કરવામાં આવ્યું હતું અને પછી ૨.૧૪ કલાકે બીજી આવી જ ટિ્વટ કરવામાં આવી હતી. થોડા સમયમાં તે ટ્વીટ પણ ડિલીટ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટિ્વટર એકાઉન્ટ હેક થયા બાદ સોશિયલ મીડિયા કેટલુ સુરક્ષિત તે અંગે ફરી એકવાર ચર્ચાએ જાેર પકડ્યુ છે. સૌ કોઇ એ વાત કરી રહ્યુ છે કે જાે ભારતાના PMનું ટિ્વટર એકાઉન્ટ હેક થઇ શકતુ હોય તો બીજા કોઇ સામાન્ય માણસની શું હાલત થાય? હવે મામલાની ગંભીરતા જાેતા ખુદ ટિ્વટરે નિવેદન જાહેર કર્યું છે. ટિ્વટરે કહ્યું છે કે જેવો રિપોર્ટ મળ્યો કે PMનું ટિ્વટર એકાઉન્ટ હેક થયુ છે તાત્કાલીક રીતે હેકરની શોધ શરૂ કરવામાં આવી છે. હેકર્સે ઁસ્ મોદીના ટિ્વટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની માન્યતા આપી છે. સરકારે ૫૦૦ બિટકોઈન ખરીદી છે અને તેને સામાન્ય લોકોમાં વહેંચી રહી છે. જલ્દી કરોપ ભવિષ્ય તમારા હાથમાં છે!’ આ ટ્વીટ સાથે એક લિંક પણ પેસ્ટ કરવામાં આવી હતી.ટિ્વટર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમારી અત્યાર સુધીની તપાસમાંથી એવું જાણવા મળ્યું છે કે આ સમય સુધી અન્ય કોઈ એકાઉન્ટ પર અસર થવાના કોઈ સંકેત નથી. ટિ્વટરના પ્રવક્તાએ કહ્યું કે અમારી પાસે વડાપ્રધાન કાર્યાલય સાથે વાતચીત માટે ૨૪ કલાક લાઇન ખુલી હોય છે. આ હેકિંગ એક્ટિવિટી વિશે અમને જાણ થતાં જ અમારી ટીમે તાત્કાલિક અસરગ્રસ્ત એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલાં લીધાં. કોઇ વધારે મુશ્કેલી ઉભી ન કરી શકે તે માટે તાત્કાલીક પગલા લેવાયા. પીએમ મોદીના એકાઉન્ટ હેક થવાના મામલે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં ટિ્વટરની આંતરિક સિસ્ટમ સામેલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જેમને આ હેકિંગની માહિતી મળી કે તરત જ. ટિ્વટરની સપોર્ટ ટીમે તરત જ તપાસ શરૂ કરી.