192			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોનાના નવા વેરિયન્ટના મુંબઈમાં પણ હવે બે દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. આગામી દિવસોમાં આ જોખમ વધે તે માટે પાલિકાએ તમામ તૈયારી કરી લીધી છે. જેમાં ખાસ કરીને અંધેરીના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં પાલિકાએ એક આખો માળો અલગથી ઓમીક્રોનના દર્દી માટે રિઝર્વ રાખ્યો છે, જેમાં 250 બેડ્સની સગવડ છે.
ઓમાઈક્રોનના જોખમને પગલે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવનારા પ્રવાસીઓની ચેકિંગ કરવામાં આવી રહી છે. જે પ્રવાસી પોઝિટિવ હોય અને તેનામાં ઓમીક્રોન નો વેરિયન્ટ મળી આવે તો તેને અલગથી રાખવાની આવશ્યકતા છે. તેથી મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય બ્રિન્ચ કેન્ડી અને બોમ્બે હોસ્પિટલમાં પણ 10-10 પલંગ અલગથી ઓમીક્રોન ના દર્દી માટે રાખવામાં આવ્યા છે.
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        