ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
સુરતના સાંસદ અને કપડા મંત્રી દર્શના જરદોષ પણ આ મુદ્દા પર ટેક્ષટાઇલ ઉધોગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સ્થાનિક રિપ્રેઝન્ટેશન કમિટીની લાગણી અને માગણી નાણામંત્રી ર્નિમલા સીતારમન સુધી પહોંચાડવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે . ગઇ તા . ૧ લી ડિસેમ્બરના રોજ સુરતના કપડા ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મળ્યું હતું . તેમના કહેવા પ્રમાણે ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્ષટાઇલ ઉદ્યોગના અન્ય સ્ટેક હોલ્ડર્સ દ્વારા આગામી અઠવાડિયાના અંતમાં સુરતના સાંસદ દર્શના જરદોષ , સી.આર.પાટીલ તેમજ પ્રભુ વસાવાને મળીને જીએસટીના નવા દરથી ટેક્ષટાઇલ ઉદ્યોગને શું નુકસાન થઈ રહ્યું છે તેનાથી વિગતવાર વાકેફ કરશે . ઘણુંખરું આ અઠવાડિયામાં સુરત સમેત દેશભરના કપડા ઉદ્યોગના સ્ટેક હોલ્ડર્સના આગેવાનો સાથે દિલ્હીમાં નાણામંત્રી , મુલાકાત વાણિજ્યમંત્રીની સાથે ગોઠવાશે. અને ત્યાં તેમને સંપૂર્ણ ડેટા સાથે જીએસટીનો વર્તમાન દર કેમ યોગ્ય છે તેમજ ૧૨ ટકા જીએસટીનો નવો દર કેમ નુકસાનકારક બનશે તે અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે . કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે આ મુદ્દા પર કેન્દ્ર સરકારમાં ઉદ્યોગો વતી રજૂઆત કરવા માટે બાંહેધરી આપી છે .જાે જીએસટીનો દર ઘટાડવામાં નહીં આવે તો પછી ૧૫ ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે . તથા વેપારીઓ કાળી પટ્ટી પહેરી દુકાને જશે . અને સાંકેતિક વિરોધ પણ નોંધાવશે . હવે ૧૫ ડિસેમ્બરથી રામધૂન , કેન્ડલમાર્ચ , સદ્ગુદ્ધિ યજ્ઞ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂકરાશે . કેન્દ્રના ટેકસટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના યાર્ન – એક્ષપોને સંબોધતા કહ્યું હતું કે , જીએસટીનો દર ટેકસટાઇલની વેલ્યુ ચેનમાં ૫ થી ૧૨ ટકા કરવા માટે સરકારે સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી ર્નિણય લીધો છે . સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી . તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે . જાેકે તેમના આ નિવેદનને પગલે એવો મેસેજ ગયો છે કે ફિઆસ્વી , ફોગવા , ફોસ્ટા સહિતના સંગઠનો એમએમએફની વેલ્યુ ચેઇનના સ્ટેક હોલ્ડરો નથી . નવાઇની વાત એ છે કે એમએમએફ પર જીએસટીનો દર નકકી કરતા પહેલાં ફિઆસ્વીના ચેરમેન અને કેન્દ્રની ટેક્સટાઇલ કમિટીના સભ્ય ભરત ગાંધી , ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ , ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા તથા અન્ય સંગઠનોએ બેઠક માટે કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી . સુરતમાંથી એકમાત્ર મોટા ગજાના યાર્ન ડિલરને તેડાવી સમગ્ર ટેકસટાઇલ ઉદ્યોગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો તેને લઇ સુરતના કાપડ ઉદ્યોગમાં નારાજગી જાેવા મળી છે .
ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કરનારી રાજય સરકાર સામે CAITએ વ્યક્ત કરી નારાજગી; જાણો વિગત