ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કોરોના મહામારીમાંથી મુંબઈ સહિત દેશ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. દેશનું અર્થતંત્ર ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે. એ સાથે જ મોટી મોટી કોલેજમાં ફરી પ્લેસ્ટમેન્ટ પણ ચાલુ કરી દેવામા આવ્યા છે. આ વર્ષે IIT બોમ્બે પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર એન્જિનિયરિંગ, IT, સોફ્ટવેર અને કન્સલ્ટિંગ ક્ષેત્રમાં વધુ રસ દાખવ્યો હતો.
IIT બોમ્બે માં પહેલા દિવસે જ 28 કંપનીઓ આગળ આવી હતી અને તેમણે વિદ્યાર્થીઓ માટે આકર્ષક ઓફરો મુકી હતી. સ્થાનિક નોકરીઓ માટે, Google, Miscosoft, Qualcomm, Boston Consulting Group, Airbus, Bain અને કંપનીએ સૌથી વધુ ઓફર કરી હતી, જ્યારે Uber અને Rubrik દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર માટે ઓફર કરવામાં આવી હતી.
ડોમેસ્ટિક સ્તરે સૌથી વધુ ઓફર પ્રતિ વર્ષ 62 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, જે મિલેનિયમ દ્વારા કરવામાં આવી હતી. બીજા નંબર વર્લ્ડ ક્વાન્ટની પ્રતિ વર્ષની 51.71 લાખ રૂપિયાની ઓફર રહી હતી. ત્રીજી નંબરે બ્લેક સ્ટોનની 46.62 લાખની ઓફર રહી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉબેરમાંથી વાર્ષિક 2.74 અમેરિકન ડોલરની ઓફર હતી, તો રુબરિકની વાર્ષિક 1.21 અમેરિકન ડોલરની ઓફર હતી.