ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડને ભંગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે.
આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ અને મંત્રીમંડળ ઉપસમિતિના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેવસ્થાન બોર્ડને લઈને તીર્થ પુરોહિતો અને હક-હકૂકધારિયોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હાવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલ આ અધિનિયમને પરત લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી વિધાનસભા સત્રમાં આ અધિનિયમ પરત લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે બોર્ડ બનાવીને રાજ્યના 51 મંદિરોનુ નિયંત્રણ સરકારે પોતાની પાસે લઈ લીધુ હતુ. જેમાં ચાર ધામ તરીકે ઓળખાતા કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથનો સમાવેશ થતો હતો. તેની સામે પૂજારીઓએ વિરોધ શરુ કર્યો હતો.