ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
12 સંસદોના સસ્પેન્શન પાછા ખેંચવાની માંગ બાદ રાજ્યસભા ચેરમેન વેંકૈયા નાયડુએ વિપક્ષને આડે હાથ લીધા છે.
સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માંગ પર અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સાંસદો પસ્તાવો કરવાને બદલે તેમના કાર્યોને સાચા ઠેરવી રહ્યા છે. તેથી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
તેમણે એમ પણ કહ્યું કે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહીં પરંતુ ગૃહની છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને લઈને કહ્યું કે માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ છે અને તેને પાછું ખેંચવું જોઈએ.
સાથે જ ખડગેએ વિપક્ષના તમામ 12 સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભાના 12 સભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગત સત્રમાં પણ ખેડૂતોના આંદોલન અને અન્ય પ્રશ્નોના બહાને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.
નૌસેના અધ્યક્ષ એડમીરલ કરમબીર સિંઘની વિદાય, હવે આ અધિકારી બન્યા નવા અધ્યક્ષ; જાણો તેમની સિદ્ધિઓ