ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
CNGના ભાવમાં વધારાનું પરિણામ કાળીપીળી ટેક્સના ભાડા પર થશે. મુંબઈમાં ટેક્સી સંગઠનોએ સોમવારે ટેક્સીના ભાડામાં રૂ.5નો વધારો કરવાની માગણી કરી હતી. મહાનગર ગેસ લિમિટેડે ગયા અઠવાડિયે CNG ની કિંમતમાં રૂ. 3.96નો વધારો કર્યા બાદ CNGની કિંમત હવે રૂ. 61.50 પ્રતિ કિલો છે.
મુંબઈ ટેક્સીમેન્સ યુનિયન શહેરમાં કાળી પીળી ટેક્સીના સૌથી જૂના સંગઠનોમાંનું એક છે, તેણે મીડિયાને જણાવ્યું હતું કે ગેસના ભાવમાં વધારાને કારણે તેમને દરરોજ 100 રૂપિયાનું નુકસાન થશે તેથી લઘુત્તમ ભાડું રૂ.25થી વધારીને રૂ.30. કરવું જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભાજપના આ નેતાને આપી આ સલાહ, જાણો વિગત
આ વર્ષની શરૂઆતમાં પરિવહન સત્તાવાળાઓએ પરંપરાગત ટેક્સી વાહનો માટે લઘુત્તમ ભાડું 25 રૂપિયા નક્કી કર્યું હતું. મહાનગરમાં લગભગ 40,000 ટેક્સીઓ છે.
મધ્યરાત્રિએ મુંબઈ, થાણે અથવા નવી મુંબઈમાં ઓટો અથવા ટેક્સી લેવાનું વિચારી રહ્યા છો, તો રાત્રિનું લઘુત્તમ ભાડું થ્રી વ્હીલર (ઓટો) માટે 27 રૂપિયા અને કાળીપીળી માટે 32 રૂપિયા હશે. આ વર્ષે પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ કાર્ડમાં આ વાત સામે આવી છે.