ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
સોમવાર
છેલ્લા 7 દિવસો થી વરસાદ ના લીધે તમિલનાડુ સતત વરસાદ અંદ વાવાઝોડા જેવી વિકટ પરિસ્થી થઇ હતી પણ હજુ ૩ થી ૫ દિવસ સુધી કોઇ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં 30 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.
રવિવારે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી કુમાર જયંતના જણાવ્યાનુસાર રાજ્યમાં 1 ઓક્ટો.થી 27 નવે. દરમિયાન 1000 મિ.મી. વરસાદ થઇ ચૂક્યો છે, જે સામાન્યથી 75% વધુ છે. 1980 બાદ આવું માત્ર ચાર વખત થયું છે. રવિવારે પણ વરસાદ થશે તો 2015માં થયેલા વરસાદના આંકડાને પાર થઇ જઇશું.
શનિવારે ચેન્નઇના ઘણા વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ડૂલ રહી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર કેકેએસએસઆર રામચંદ્રને કહ્યું કે ઉત્તર-પૂર્વીય ચોમાસુ ઓક્ટોબરના અંતિમ દિવસોમાં આવ્યું હતું. ત્યારથી રાજ્યમાં વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં 200થી વધુ સ્થળોએ પાણી ભરાયાં છે. 27 સ્થળે પાણીનો નિકાલ લવાયો છે. જોકે, અગાઉની સરખામણીમાં ઓછો વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં વધુ 3 મોત થયાં, જે સાથે અત્યાર સુધીમાં ત્યાં કુલ 8 મોત થઇ ચૂક્યાં છે. હવામાન વિભાગે શનિવારે રાજ્યના તટીય જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું. કલાકના 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઇ છે. પાણી ભરાતાં અને પૂરના પગલે 23 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીમાં એરપોર્ટ પર કડક દિશા-નિર્દેશ જાહેર
બીજી તરફ આંધ્રમાં વરસાદથી અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે જ્યારે 16 લોકો હજુ લાપતા છે. 211 ગામ સંપૂર્ણપણે ડૂબી ચૂક્યાં છે. રાજ્યના રાયલસીમા અને દક્ષિણ કાંઠાના વિસ્તારો, ખાસ કરીને ચિત્તૂર અને નેલ્લોરમાં 3-4 દિવસ સુધી વરસાદ રહેશે. આંધ્રમાં 16-17 નવેમ્બરે વરસાદ શરૂ થયો હતો. રાજ્યમાં આવો વરસાદ અગાઉ ક્યારેય નથી થયો. મશહૂર તિરુમલાના રસ્તા અને તિરુપતિ શહેર પાણી-પાણી થઇ ગયાં છે.
બેંગલુરુમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નથી થયો પણ હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. શુક્રવારથી રાજ્યના મૈસૂર, માંડ્યા સહિત 7 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.