ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
'જો જીતા વોહી સિકંદર' અને 'આશિકી' જેવી ફિલ્મોથી ફેમસ થયેલા એક્ટર દીપક તિજોરી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, તેમ છતાં તે સતત ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે તેના ચર્ચામાં રહેવાનું કારણ તેની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં એક્ટર દીપક તિજોરી સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને તેમની પત્ની શિવાનીએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. તમને જણાવી દઈએ કે દીપક મુંબઈના ગોરેગાંવમાં પત્ની શિવાની અને બાળકો સાથે 4 BHK ફ્લેટમાં રહેતો હતો.પરંતુ એક દિવસ જ્યારે દીપક તિજોરીની પત્ની શિવાનીને તેના યોગ ટ્રેનર સાથેના અફેરની ખબર પડી તો તેણે ગુસ્સામાં આવીને દીપકને ઘરની બહાર કાઢી મૂક્યો. આ પછી શિવાનીએ તેને છૂટાછેડા અને ભરણપોષણ માટે અરજી મોકલી.
દીપક તિજોરીને જ્યારે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે પત્નીને વળતરની રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં પણ નહોતો. તેનું કારણ એ હતું કે દીપક લાંબા સમયથી ફિલ્મી દુનિયા છોડીને ગુમનામ જીવન જીવી રહ્યો હતો, જેના કારણે તે આર્થિક રીતે બહુ મજબૂત નહોતો. દીપક તિજોરીની મુશ્કેલી ત્યારે દૂર થઇ જ્યારે દીપકને ખબર પડી કે શિવાનીએ તેની સાથે બીજી વાર લગ્ન કર્યા છે અને આ લગ્ન પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા છે, કારણ કે શિવાનીએ હજુ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા નથી. જે બાદ દીપક તિજોરીએ શિવાનીને વળતરની રકમ આપવાની ના પાડી દીધી હતી.
‘બિગ બોસ’ માં પ્રવેશતા જ રશ્મિ દેસાઈની લવસ્ટોરી થઈ શરૂ,શો ના આ સ્પર્ધક સાથે જોડાયું નામ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે દીપક તિજોરી અને શિવાની તનેજા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ થયા. તેમને એક પુત્રી સમારા અને એક પુત્ર કરણ છે. તેની પુત્રી 2016ની ફિલ્મ 'ઢીશૂમ’ 'માં પણ જોવા મળી છે. અભિનેતા દીપક તિજોરીએ ‘અફસાના પ્યાર કા’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘ખિલાડી’,’ધ જેન્ટલમેન’, ‘પ્રેમ’, ‘યે હૈ મુંબઈ મેરી જાન’, ‘બાદશાહ’, જેવી ફિલ્મો કરી છે.