ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ડેટા એનાલિટિક્સ કંપની લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ લિમિટેડના બ્લોકબસ્ટર ઈનીશ્યીલ પબ્લિક ઓફરે (IPO) તેના પ્રમોટર અદુગુડી વિશ્વનાથન વેંકટરામનને અબજોપતિ બનાવી દીધો છે.
વેંકટરામન, કંપનીના ચેરપર્સન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે કંપનીમાં 117.91 કરોડ શેર ધરાવે છે, જે ફર્મમાં 69.62% હિસ્સો ધરાવે છે. ગુરુવારે BSE પરનો બંધ ભાવ રૂ.702.35ના રહ્યો હતો, તે મુજબ તેમનો હિસ્સો રૂપિયા 8275.88 કરોડ એટલે કે 1.11 અબજ ડોલરનો છે.
વેંકટરામને ઓફર ફોર સેલમાં લગભગ 30 લાખ શેર વેચ્યા હતા. કંપનીએ IPO મારફત રૂ. 600 કરોડ એકત્ર કર્યા હતા.
વેંકટરામન IIM કલકત્તામાંથી મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિપ્લોમા અને IIT મદ્રાસમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેક્નોલોજી ધરાવે છે. તેની પાસે IT સેવાઓ, ક્રેડિટ એનાલિસિસ અને બિઝનેસ કન્સલ્ટિંગનો ઘણા વર્ષોનો અનુભવ છે. તેઓ 3 જાન્યુઆરી 2007 થી કંપનીના ડિરેક્ટર છે. 5 ઓગસ્ટ 2021 થી તેઓ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGનો ડબલ ઍટેક, આજે આટલા રૂપિયાનો ઝીંકાયો વધારો, ભાવવધારો જાણીને ધ્રાસકો લાગશે
ગયા મહિને, IPOએ રૂ. 1.13 ટ્રિલિયનની બિડ જનરેટ કરીને નવો સબસ્ક્રિપ્શન રેકોર્ડ બનાવ્યો હતો. શેરને બમ્પર લિસ્ટિંગ મળ્યું છે, જે તેની ઇશ્યૂ કિંમત રૂપિયા 197 પ્રતિ શેરથી 148% વધી ગયો હતો. 23 નવેમ્બરના રોજ લિસ્ટિંગ થયા પછી, તે લગભગ 148% વધ્યો, અને બે સેશન માટે 20% ના ઉપલા સર્કિટને સ્પર્શ્યો. અત્યાર સુધી, ઇશ્યુ પ્રાઇસથી તે 256.34% થી વધુ છે.