ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
જુદી જુદી યુટીલીટીઝ સર્વિસ માટે રસ્તા અને ફૂટપાથ પરના ઠેક ઠેકાણે ખોદકામ કરવામાં આવે છે, તેને ફરી પૂરવા (ટ્રેન્ચીસ પૂરવા) માટે કોન્ટ્રેક્ટરોની આખી એક સિન્ડીકેટ મળીને બીડમાં ગડબડ કરીને કામ મેળવે છે. આ પ્રકરણમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ હોવાનો આરોપ કરીને ભાજપે આ કોન્ટ્રેક્ટર રદ કરવાની માંગણી કરી હતી. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ 569 કરોડ રૂપિયાના બહાર પાડેલા ટેન્ડર પ્રકરણની વિજિલન્સ તપાસ કરવાની છે. તેમ જ જયા સુધી વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પોતાનો રિપોર્ટ નથી આપતી કામ મોકુક રહેશે.
ટ્રેન્ચીસ પૂરવાના કોન્ટ્રેક્ટમાં શરતો બદલવામાં આવી હતી. તેમ જ કોન્ટ્રેકટ મેળવવા આખી સિન્ડીકેટ ચલાવતા કોન્ટ્રેક્ટરોને જ પાલિકાએ ફરી સંધી આપી હતી, જેમાં પાલિકાના અધિકારીઓ પણ શામેલ હોવાનો આરોપ પણ ભાજપે કર્યો હતો.
ભાજપના આરોપ મુજબ આ બાબતે 28 ઓક્ટોબર 2021ના પત્ર લખીને પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું હતું. છતાં પ્રશાસને કોઈ પગલા લીધા નહોતા. તેથી ડામર પ્લાન્ટના માલિક અને કોન્ટ્રેક્ટરોએ આપસમાં સાંઠગાંઠ કરીને શરતો બદલીને ટેન્ડરમાં ફેરફાર કર્યા હતા.
ભાજપના નગરસેવક વિનોદ મિશ્રાના આરોપ મુજબ પાલિકા પ્રશાસનને 188 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું હતું. વિનોદ મિશ્રાએ પાલિકા કમિશનર ઈકબાલ સિંહ અને મેયર કિશોરી પેડણેકરને પત્ર લખીને 9 કોન્ટ્રેક્ટરના નામ પણ લખ્યા હતા, જે લોકો ટ્રેન્ચીસનો કોન્ટ્રેક્ટક મેળવવાના હતા. જે લોકોના નામ વિનોદ મિશ્રાએ પત્રમાં લખ્યા હતા, એ લોકો જ બીડ જીતી ગયા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
પાલિકાના એડીશનલ કમિશનર પી.વેલારસુ (પ્રોજેક્ટ)ના કહેવા મુજબ કોન્ટ્રેક્ટ મેળવવા માટે કોન્ટ્રેક્ટરો સીન્ડીકેટ ચલાવે છે કે નહીં તેની તપાસ વિજીલન્સ ડિપાર્ટમેન્ટને સોપવામા આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ શું પગલા લેવા તેનો નિર્ણય લેવાશે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણઃ આ નગરસેવિકા જોડાશે શિવસેનામાં જાણો વિગત
વિનોદ મિશ્રાના આરોપ મુજબ આસ્ફાલ્ટ અને માસ્ટિક રેડી મિક્સ પ્લાન્ટના માલિક આપસમાં સાઠંગાંઠ કરીને બિડિંગ પ્રક્રિયામાં છેડછાડ કરે છે બીડ ઓપન થવા પહેલા જ કોને કામ કરશે તે પણ નક્કી હોય છે. તેમના નામ પણ પાલિકાને આપ્યા હતા. આકારા નિયમો અને અનેક પ્રકારના નિયંત્રણે કારણે આસ્ફાલ્ટ અને માસ્ટિક પ્લાન્ટના માલિકો કોન્ટ્રેક્ટર મેળવી શકતા નથી તેથી કોન્ટ્રેક્ટરો સાથે કામ મેળવવા માટે આખી સિન્ડીકેટ ઊભી કરવામાં આવી છે. તેથી ટેન્ચીસના તમામ સાત કામ પાલિકાએ રદ કરવા જોઈએ એવી માગણી પણ ભાજપે કરી હતી. પાલિકાએ આ કોન્ટ્રાક્ટ રદ નહીં કર્યો તો ભાજપ હાઈ કોર્ટમાં જશે એવો દાવી ચીમકી ભાજપના વિધાનસભ્ય મિહીર કોટેચાએ આપી છે. ભાજપના દાવા મુજબ વિલેપાર્લેની એક હોટલમાં બે નવેમ્બર 2021ના બે ફીક્સરોએ આખો પ્લાન તૈયાર કર્યો હતો. ઓગસ્ટમાં આ ટેન્ડરની કિંમત 380 કરોડ હતી તો હવે 560 કરોડ થઈ ગઈ છે. અગાઉ એસ્ટીમેટ કોસ્ટ કરતા પણ નીચે બીડ હોવાથી તેને રદ કરવામાં આવી હતી. જે કંપનીઓએ ઓછા ભાવે બીડ જીતી હતી એ લોકો જ ઉંચા ભાવે પણ બીડ જતી ગયા હતા.