ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
કાંદાના ભાવ માંડ નિયંત્રણમાં આવ્યા છે ત્યાં હવે ગૃહિણીઓના કિચન બજેટને ફરી ફટકો પડવાનો છે. ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. લગભગ પેટ્રોલના ભાવની નજીક ટમેટાના ભાવ પહોંચી ગયા છે. હાલ અમુક જગ્યાએ પ્રતિ કિલોએ 100ના ભાવે ટમેટા વેચાઈ રહ્યા છે.
મુંબઈ સહિત રાજયના અનેક જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આવા અકાળે પડેલા વરસાદને પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. ખાસ કરીને શાકભાજી અને ફ્રૂટના પાકને વરસાદે ભારે નુકસાન પહોંચાડયું છે, જેમાં ટમેટાના પાકને પણ ભારે અસર થઈ છે. તેથી બજારમાં ટમેટાની આવકને ફટકો પડયો છે. બજારમાં માલ આવવાનું પ્રમાણ ઘટી ગયું છે.
મુંબઈ સહિત રાજયમાં ટમેટા ઊંચા દરે વેચાઈ રહ્યા છે. રીટેલ બજારમાં એરિયા પ્રમાણે ટમેટા 80થી 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જો આવું જ રહ્યું તો આગામી દિવસમાં ટમેટાના ભાવ પેટ્રોલના ભાવને પણ પાછળ મૂકી દેશે એવું માનવામાં આવે છે. મુંબઈ સહિત પુણે, નાગપૂર, નાશિકમાં ટમેટાના ભાવ આસામાને પહોંચી ગયા છે. તેથી ગૃહિણીઓએ ટમેટા વગરની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે.
લગ્નમાં ભીડ કરી તો આવી બનશે! લગ્ન સમારંભો પર રહેશે પાલિકાની નજર, પોલીસ લેશે આકરા પગલાં.જાણો વિગત
ગયા અઠવાડિયામાં આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજયમાં મુશળધાર વરસાદ પડયો હતો. આ રાજયોના મોટાભાગના જિલ્લામાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. તેથી અહીં પણ શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ રાજયોમાં ટમેટાના ભાગવ 110થી 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે