ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
ઈંધણના ભાવને અંકુશમાં લેવા માટે ભારતે જાપાન, યુએસ સહિત કેટલાક મોટા અર્થતંત્ર ધરાવતા દેશો સાથે મળીને અનોખો રસ્તો અપનાવવાની તૈયારી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ દેશોએ તેમના ઇમરજન્સી રિઝર્વમાંથી ક્રૂડ ઓઈલ કાઢવાનો નિર્ણય લીધો છે.
આ અંતર્ગત ભારત સરકાર પણ તેના ભંડારમાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ બહાર કાઢશે.
આ અનામતની પછી બજારમાં વેચાણ મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રો-કેમિકલ્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી 7 થી 10 દિવસમાં જ લેવામાં આવી શકે છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે મોદી સરકારે દિવાળી પહેલા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. જે બાદમાં અનેક રાજ્ય સરકારોએ પણ વેટના દરમાં ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી.