ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
ત્રિપુરામાં થયેલા હિંસાચારના વિરોધમાં મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાવ સહિત રાજયના અનેક જિલ્લામાં તોફાન ફાટી નીકળ્યા હતા. એ દરિમયાન અનેક હિંદુઓ પર પોલીસ પર હુમલા થયા હતા. આ હિંસાખોરીના વિરુદ્ધમાં ભાજપે આજે મુંબઈમાં બાંદરા કલેકટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા.
ભાજપના કાર્યકર્તા અને અગ્રણી નેતાઓએ આજે બાંદરામાં કલેકટરની ઓફિસર બહાર 12.30 વાગ્યાની આસપાસ ધરણા કર્યા હતા. ભાજપના નેતા અને કાંદીવલીના વિધાનસભ્ય અતુલ ભાતખલકર વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાને કહ્યું હતું કે સત્તાની લાલચમાં મુખ્ય મંત્રી અને શિવસેનાએ હિંદુઓનો સાથ છોડયો તો ભાજપ હિંદુઓની સાથે હિંમતપૂર્વક ઊભો રહેશે. હિંદુઓ પર કાયરતાપૂર્વક કરવામાં આવનારા હુમલાઓ સહન કરવામાં આવશે નહીં.
ત્રિપુરામાં ધાર્મિક સ્થળની તોડફોડની અફવા બાદ થયેલી હિંસાખોરીના પડઘા મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યા હતા. રાજયમાં નાંદેડ, અમરાવતી, માલેગાવમાં હિંસક ધાર્મિક તોફાન થયા હતા. પોલીસો અને હિંદુઓ પર હુમલા થયા હતા. ત્યારે ઠાકરે સરકારે સ્વરક્ષણ માટે રસ્તા પર ઉતરેલા સામાન્ય હિંદુઓ સામે ખોટો ગુનો દાખલ કરીને તેમને ત્રાસ આપે છે. મુખ્યમંત્રી અને શિવસેનાએ સત્તાની લાલચ પેઠે હિંદુઓનો સાથ છોડયો તો પણ ભાજપ હિંદુઓ સાથે જ રહેશે. હિંદુઓનો સાથ ભાજપ કોઈ દિવસ છોડશે નહીં.
કાયમ જ મહારાષ્ટ્રમાં આ પ્રકારના ધાર્મિક દંગલો ઘડવામાં આવતા હોય છે. 12 નવનેમ્બરના થયેલા દંગલોમાં પણ રઝા અકેદમીનો હાથ હતો. રઝા અકેદમી પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. હિંસક કાવતરુ રચનારાઓના સૂત્રધારને પકડીને તેમના સમર્થકોની ધરપકડ થવી જોઈએ. હિંદુઓ સામે દાખલ કરવામાં આવેલા ગુના પાછા ખેંચવા જોઈએ એવી માગણી સાથેનું આવેદન પત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. આ સમયે મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા, ભાજપના નેતા આશિષ શેલાર, સાંસદ ગોપાલ શેટ્ટી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.