ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં 100 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હોવાનો મુંબઈ મનપાનો દાવો છે. જોકે તેમાં 10 ટકા મુંબઈ બહારના હોવાનું કહેવામાં આવે છે. તેથી હજી સુધી વેક્સિન નહીં લેનારાઓને શોધીને તેમને વેકિસન આપવા માટે મુંબઈ મનપાએ યોજના બનાવી છે. જે હેઠળ પાલિકાએ આવા લોકોના ઘરે જઈને તેમને વેક્સિન આપવાની છે. પાાલિકાના અધિકારીના કહેવા મુજબ મુખ્યત્વે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હજુ પણ અનેક લોકોએ વેક્સિન લીધી નથી. તેથી આવા વિસ્તારમાં કેમ્પ રાખીને લોકોને વેક્સિન આપવામાં આવવાની છે. તો આવા લોકોને શોધીને તેમના ઘર સુધી પહોંચીને આવા લોકોને પણ વેક્સિન આપવામાં આવવાની છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ વેક્સિનેશન ઝડપી થાય તે માટે "હર ઘર દસ્તક" આ ઝુંબેશ ચલાવવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં હાલ 461 સેન્ટર પર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં 13 નવેમ્બર સુધી 18 વર્ષથી ઉપર પાત્રતા ધરાવતા 92,36,500 લોકોને વેકિસન આપી દેવામાં આવી છે.
આખરે કારશેડનું ગુંચડું ઉકેલાયુઃ એક જ જગ્યાએ બનશે આ બે મેટ્રો રેલવેનું કાર શેડ. જાણો વિગત.