ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021.
બુધવાર.
મહારાષ્ટ્ર સરકારે લોકોને જાગૃત કરવા માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, મુસ્લિમ વિસ્તારોમાં ઘણા લોકો કોરોના વેક્સીન લઈ રહ્યા નથી.
કારણ કે લોકોને વેક્સીનને લઈને ઘણી આશંકાઓ છે. જેના પગલે હવે અમે સલમાન ખાનની મદદ લઈને લોકોને જાગૃત કરવાનું નક્કી કર્યું છે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર વેક્સીનેશનના મામલામાં આગળ છે પણ કેટલાક વિસ્તારોમાં કામગીરી ધીમી છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વેક્સીનેશન ઓછું છે.
આથી સરકાર સલમાન ખાન તેમજ ધાર્મિક ગુરુઓની મદદથી લોકોને વેક્સીન લેવા માટે જાગૃત કરશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 10.25 કરોડ વેક્સીન ડોઝ લગાવાયા છે અને નવેમ્બરના અંત સુધીમાં તમામ લાયકાતવાળા વ્યક્તિઓને ઓછામાં ઓછો પહેલો ડોઝ મળી જશે.
ભાજપના આ નગરસેવકે બેસ્ટના કારભારની ઈકોનોમિક ઓફેન્સ વીગ પાસે તપાસ કરવાની માગણી કરી. જાણો વિગત.