મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહે પત્ર લખીને ભાજપના નેતા કિરીટ સોમૈયાને અમરાવતીની 17 નવેમ્બરની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવાની વિનંતી કરી છે. ત્રિપુરામાં ગયા મહિનામાં થયેલા હિંસાચારનો વિરોધ કરવા રાજયમાં અમરાવતી, નાંદેડ, માલેગાંવ તથા લાતુર વગેરેમાં મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા. એ દરમિયાન હિંસાચાર ફાટી નીકળ્યો હતો. અમરાવતીમાં પરિસ્થિતિ તણાવ જનક થઈ જતા હાલ ત્યાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તેમ જ અનેક પ્રકારના નિંયત્રણો લાદી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અમરાવતીની મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી હતી. અમરાવતીમાં હાલ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ત્યારે કિરીટ સોમૈયાની મુલાકાતથી પરિસ્થિતિ હજી વણસવા ની શક્યતા અને અમરાવતી પોલીસે કાયદા સુવ્યવસ્થાનું કારણ આગળ કરીને તેમને અમરાવતીની મુલાકાત રદ કરવાનું કહ્યું છે.