સામાન્ય જનતા મોંઘવારીમાં પિસાઈ, ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો પાંચ મહિનાની ટોચે; જાણો નવેમ્બરમાં શું હાલ હશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

મંગળવાર

સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.

સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર  ઓક્ટોબરમાં WPI 10.66 ટકાથી વધીને 12.54 ટકા થયો છે. જે પાંચ મહિનાની ટોચે હોલસેલ ફુગાવો પહોંચ્યો છે

સાથે જ ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ મોંઘવારી દર 1.14 ટકાથી વધીને 3.06 ટકા થયો છે.

જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો ઈંધણ અને વીજળીના ભાવમાં વધારાને કારણે નોંધાયો છે. 

આ ઉપરાંત ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં વધારો પણ ફુગાવાની આ અસર માટે જવાબદાર છે.

જો કે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરીને તેની કિંમતોમાં ઘટાડો કર્યો છે. એટલા માટે નવેમ્બર મહિનામાં દરમાં ઘટાડો થઈ શકે છે. .

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 10.66 ટકા હતી. 

મને મૃત્યુ બાદ દફન નહિ કરતા, હિંદુ ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરજો:- જાણો વસીમ રિઝવીને કેમ આવું કહેવું પડ્યું
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment