સ્ટંટબાજી પર અંકુશ લાવવા ટ્રાફિક પોલીસનો નવો કીમિયા, હવે આ રીતે રાખશે બાઈકસવાર પર નજર ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

શુક્રવાર

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પોલીસ વધુ સખત થઈ રહી છે.

હવે બાઈકસવાર સ્ટંટબાજો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ રાત્રે પણ સાદા વેશમાં પહેરો ભરવાનું ચાલુ રાખશે. 

સાથે જ કેટલાક મહત્ત્વપૂર્ણ સ્થળે સીસીટીવી કૅમેરાની વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 

આ સ્થળોમાં ઈસ્ટર્ન, ફ્રી વે, જે. જે. ફ્લાયઓવર, માનખુર્દ ઘાટકોપર લીંક રોડ જેવા સ્થળો સામેલ છે. 

અહીં આ દ્વિચક્રી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને ચાર પૈડાંવાળાં વાહનો માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ પગલું ટ્રાફિક પોલીસે અકસ્માતો અને સ્ટંટબાજી પર અંકુશ મેળવવા ભર્યું છે. 

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોઈ રાહત નહીં, આ તારીખ સુધી EDની કસ્ટડી લંબાવાઈ; જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More