ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ નેતાઓનો ભાજપ સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત છે.
હવે ભાજપમાં સામેલ થયેલી બંગાળી ફિલ્મ અભિનેત્રી શ્રાબંતી ચેટરજીએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે
સાથે આરોપ લગાવ્યો છે કે, ભાજપ બંગાળ પ્રત્યે ગંભીર નથી અને લોકોનું કલ્યાણ કરવાની ભાવનાને પણ પાર્ટી સમજી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, ભાજપ સાથે પાંચ ધારાસભ્યો, પૂર્વ મંત્રી તેમજ સાંસદ બાબુલ સુપ્રીયો છેડો ફાડી ચુકયા છે.
શ્રાબંતી ચેટરજીએ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ સિવાય અન્ય કેટલાક બંગાળી કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા. જોકે ચૂંટણી બાદ તેઓ પણ ભાજપથી અંતર રાખી રહ્યા છે.
શ્રાબંતી ચેટરજી બંગાળી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે અને ઘણી ફિલ્મોમાં તે અભિનય કરી ચુકી છે.તેને બેસ્ટ એક્ટ્રેસ માટેનો એવોર્ડ પણ મળી ચુકયો છે.