ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
થોડા સમય પહેલા જ એવા સમાચાર વહેતા થયા હતા કે રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે તેણે વીડિયો જારી કરી આ સમાચારનો રદિયો આપ્યો છે. રેસલર નિશા દહિયા એકદમ સુરક્ષિત છે. રેસલર સાક્ષી મલિકે પણ ટ્વીટ કરી જાણકારી આપી છે કે નિશા દહિયા જીવિત છે.
નિશા દહિયાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડીયો જારી કરીને તેના પર કોઈ હુમલો ન થયાનું જણાવ્યું છે. નિશાએ આ વિડીયોમાં જણાવ્યુ છે તેના પર કોઇ હુમલો થયો નથી અને તે એકદમ સ્વસ્થ છે. તેણે વધુમાં એ જાણકારી પણ આપી કે તે કોટામાં પોતાની એક ગેમ રમવા આવેલી છે.
રેકોર્ડ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં થયું આટલા કરોડ લોકોનું રસીકરણ, દેશનું 2જુ રાજ્ય બન્યું
અગાઉ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે હરિયાણાના સોનિપતમાં નિશા દહિયા તથા તેના ભાઈ અને માતા પર હુમલો થયો છે અને આ ઘટનામાં નિશા દહિયા અને તેના ભાઈનું મોત થયું છે અને માતાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.