ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી અને શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક શેન વોર્ન વારંવાર વિવાદોમાં સપડાયો છે. ક્યારેક તેના પર દારૂ અને ડ્રગ્સનો આરોપ હતો તો ક્યારેક છોકરીને અશ્લીલ મેસેજ મોકલવાનો. અફેર અને સેક્સ સ્કેન્ડલ્સના કારણે તેના લગ્ન પણ તૂટી ગયા છે. હવે ટીવી શોમાં ભાગ લઈ ચૂકેલી જેસિકા પાવરે શેન વોર્ન તરફથી મળેલા મેસેજ પર ખુલીને વાત કરી છે. આ મોડલે અંગ્રેજી રિયાલિટી શો બિગ બ્રધર વીઆઈપીમાં શેન વોર્ન પર આરોપ લગાવ્યો હતો. જેસિકાએ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનરે તેને અશ્લીલ સંદેશા મોકલ્યા હોવાનું કહ્યું છે. આ મેસેજના સ્ક્રીનશોટ તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 30 વર્ષની જેસિકાએ જણાવ્યું હતું કે શેન વોર્ને તેને મેસેજ કરી હોટલના રૂમમાં મળવાનું કહ્યું હતું. જેસિકાએ વોર્નને મળવાની ના પાડી દીધી, પરંતુ આ પછી પણ 52 વર્ષીય વોર્ન તરફથી ઘણા મેસેજ આવ્યા. જેમાં તે મળવા માટે આગ્રહ કરતો હતો. બાદમાં જેસિકાએ શેન વોર્નનો નંબર બ્લોક કરી દીધો હતો. વોર્નના આવા કૃત્ય માટે જેસિકાએ તેને 'ન્યુરોટિક' કહ્યો છે.