ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ખાલિસ્તાની સર્મથકોને ભારતમાં પ્રવેશ કરવો હવે મુશ્કેલ થઈ પડશે. કેન્દ્ર સરકારે ભારતીય મૂળના વિદેશી લોકો માટે ઓસીઆઈ કાર્ડને રદ કરી નાખ્યું છે. તેને કારણે કિસાન યૂનિયન જેવા આંદોલનમાં ખાલિસ્તાનીઓના ધૂસવાના પ્રયાસને વિરામ લાગશે.
વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા ગયા હતા. ત્યારે ત્યાના ભારતીય મૂળના લોકોને ભેંટ રૂપે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(ઓસીઆઈ) નું કાર્ડ આપ્યું હતું.
TLP સામે કેમ ઝૂકી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન? જાણો વિગત
સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર આધીન સંબંધિત મંત્રાલયે ઓસીઆઈ કાર્ડ ધારકોની એક યાદી(બ્લેક લિસ્ટ) બનાવી છે. જે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે. એક ઈંગ્લિશ અખબારના દાવા મુજબ કિસાન યૂનિયન આંદોલનમાં અનેક ઓસીઆઈ કાર્ડ ધારકોએ વિદેશમાં બેસીને ખાલિસ્તાની ચળવળને ફરી રંગ આપવાનનો પ્રયાસ કર્યો હતો. આમાના અનેક લોકોએ આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોમાં દેશ વિરોધી ઝેર ઓકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેનેડા, અમેરિકામાં રહેનારા શીખોની મહત્તવની ભૂમિકા રહી છે. આવા લોકોના ઓસીઆઈ કાર્ડ રદ કરી નાખામાં આવ્યા છે. એ સિવાય જેના નામ બ્લેક લિસ્ટમાં છે, તેમને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.