પંજાબના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી, રાખ્યું આ નામ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

મંગળવાર. 

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું છે. 

આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. 

કેપ્ટન અમરિંદરે 'પંજાબ લોક કોંગ્રેસ' નામથી પોતાની નવી પાર્ટી બનાવી છે. 

કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને પહેલા જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસ છોડી દેશે.

ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની સાથે મતભેદ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાછલા મહિને પોતાના નવા દાંવ પરથી સસ્પેન્સ હટાવતા કહ્યુ હતુ કે તે જલદી નવી પાર્ટી બનાવશે.  

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા, પોતાનાં બાળકોને નશાની કોઈ ખરાબ લત ન હોવાનો ગર્વ; જાણો વિગતે
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment