ઐતિહાસિક નિર્ણય: નરેન્દ્ર મોદીની સભામાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓને પટનાની NIA કોર્ટે સંભળાવી આ સજા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ  બ્યુરો,

મુંબઈ, 1 નવેમ્બર, 2021

સોમવાર.

આઠ વર્ષ જુના પટનાના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. 

પટનાની NIA કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષિતોને ફાંસીની સજા, 2 દોષિતોને આજીવન કેદ અને 2 દોષિતોને 10 વર્ષની, એક દોષિતને 7ની સજા સંભળાવી છે.

પટનાની એએનઆઇ કોર્ટે ગત મહિને આ કેસમાં 10માંથી 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે એક આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. 

27 ઓક્ટોબર 2013ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી પહેલા ગાંધી મેદાન અને જંક્શનમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના જીવ ગયા હતા. અંદાજીત 85 લોકો ઘાયલ થયા હતા.

રાજ્યના ભાજપના મંત્રીએ વધતી મોંઘવારી અંગે કરી ટિપ્પણી, કહ્યું- દરેક વસ્તુ સરકાર ફ્રીમાં ન આપે; કમાણી વધી તો મોંઘવારી સ્વીકારવી પડે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment