ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
મધ્યપ્રદેશના ભાજપના મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધતી મોંઘવારી ઉપર ટિપ્પણી કરી હતી. તેમના કહ્યા અનુસાર લોકોના કમાણી વધે છે તેથી તેમણે મોંઘવારીને પણ સ્વીકારવી જોઈએ.
મહેન્દ્ર સિંહ સિસોદિયાને મોંઘવારી ઉપર એક સવાલ પૂછાયો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, શું સામાન્ય માણસની કમાણી ગત વર્ષોની સરખામણી અત્યારે નથી વધી? કમાણી વધે છે તો થોડી ઘણી મોંઘવારી પણ સ્વીકારવી પડે. દરેક વસ્તુ સરકાર મફતમાં ન આપી શકે. કારણ કે સરકારની રેવન્યુ કલેક્શનમાંથી જ કમાણી થાય છે. વિકાસ સાથે જોડાયેલી અમારી જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે. તે બધી રેવન્યુ માંથી થાય છે. એટલે જનતાએ સમજવું જોઈએ કે અગર તેમની કમાણી વધી છે તો મોંઘવારી વધશે. આ પ્રેક્ટિકલ વાત છે.
સારા સમાચાર : ઓસ્ટ્રેલિયાએ ભારતની આ સ્વદેશી વેક્સિનને આપી મંજૂરી, રોક ટોક વગર કરી શકાશે પ્રવાસ
મહેન્દ્રસિંહ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં તમને 6000 રૂપિયા પગાર મળતો હતો જે આજે 50000 રૂપિયા થયો હશે, પરંતુ લોકોને પેટ્રોલ-ડીઝલનો ભાવ 10 વર્ષ પહેલાનો જ જોઈએ છે. વર્તમાનના ભરોસે મોંઘવારી માપી ન શકાય. એક વર્ષમાં કોરોનામાં ગયું એટલે મોંઘવારી વધી તેવું નથી. પાંચ વર્ષના આધારે માપવામાં આવે છે.