ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
ક્રુઝ પરથી મળી આવેલા ડ્રગ્સ પ્રકરણમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ લડત ડ્રગ્સ પેડલરોને બદલે હવે રાજકીય પક્ષો વચ્ચેની થઈ ગઈ છે. દરરોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે સવાર સવારના પત્રકાર પરિષદ લઈને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના ડ્રગ્સ પેડલર સાથે સંબંધ હોવાનો અને તેઓ ડ્રગ્સ કારોબાર સાથે સંકળાયેલા હોવાનો આરોપ કર્યો હતો. તેની સામે દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો કહીને ખળભળાટ મચાવી દીધો છે. બંને નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે મહાવિકાસ આઘાડીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે સરકાર બનાવનારી શિવસેનાના પ્રવક્તા અને નેતા સંજય રાઉત હવે મિત્ર ધર્મ નિભાવવા આગળ આવ્યા છે. કિરીટ સોમૈયાએ શરદ પવાર અને તેમના પરિવાર પર કરેલા આરોપ બદલ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને સવાલ કર્યો હતો કે આ આરોપ શું ભાજપ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી રહ્યા છે ? એટલું જ નહીં પણ નવાબ મલિકના અંડરવર્લ્ડના સાથેના સંબંધ તેમજ તેમના જમાઈના ડ્રગ્સ કારોબાર સાથે સંબંધ હોવાના ભાજપે કરેલા આરોપને લઈને પણ સંજય રાઉતે ભાજપની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સંજય રાઉતે કહ્યું હતું કે નવાબ મલિક સત્ય સાથે છે અને તેઓ હંમેશા નવાબ મલિકની સાથે રહેશે.
બ્યુટી ટિપ્સ : આ 5 મેકઅપ ટિપ્સ અપનાવીને મેળવો પરફેક્ટ દિવાળી લુક