ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાની આગામી વર્ષમાં ચૂંટણી યોજાઈ રહી છે. તે પહેલા અમુક વોર્ડમાં ફેરફાર કરીને તેની પુનઃરચના કરવામાં આવી છે. તેનો ડ્રાફ્ટ મુંબઈ મહાનગરપાલિકાએ ચૂંટણી કમિશનરને રજૂ કરી દીધો છે. ત્યારે આ વોર્ડની પુનઃરચના પાલિકાની સત્તાધારી શિવસેનાએ પોતાનો ફાયદો થાય તે રીતે કર્યો હોવાનો ભાજપે આરોપ કર્યો છે. ભાજપનો જે વોર્ડમાં મજબૂત હોલ્ડ છે તે વોર્ડમાં જાણીજોઈને શિવસેનાએ ફેરફાર કર્યો હોવાનો આરોપ પણ કર્યો છે. આ બાબતે ચૂંટણી કમિશનને ભાજપે લેખિતમાં ફરિયાદ આપી દીધી છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને અને પાલિકાના અધિકારીઓને વિશ્વાસમાં લીધા નહોતા એવો આરોપ પણ ભાજપે કર્યો છે. પાલિકા કમિશનરે રાજકીય દબાણ હેઠળ વોર્ડની પુન: રચના કરી છે. વોર્ડની પુનઃરચના માં પણ સત્તાધારી કૌભાંડ કરવાથી બાજ નથી આવી એવી ટીકા પણ ભાજપે છે. પાલિકા કમિશનર અને શિવસેનાની આ ગંદી રમતનો વિરોધમાં આજે બપોરના પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલની કેબિન બહાર ભાજપના નગરસેવકો ગુલાબનું ફુલ આપીને ગાંધીગીરી પદ્ધિતિએ આંદોલન કરવાના છે.