ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેમાં મુંબઈ સહિત ઉલ્હાસ નગરમાં પણ ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. તે અગાઉ જ ઉલ્હાસનગરમાં વર્ષોથી રાજકરણમાં પ્રભુત્વ ધરાવતા કાલાણી પરિવારે ભાજપને જબરો આઘાત આપ્યો છે. ભાજપ સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવતા કાલાણી પરિવારે ભાજપ સાથેનો સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે જોડાઈ ગઈ છે. અહીં ગઈ વિધાનસભાની ચૂંટણી કાલાણી પરિવારે ભાજપ સાથે રહીને લડી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ચર્ચા બાદ પપ્પુ કાલાણીનો પુત્ર ઓમી કાલાણી તેના સ્થાપેલા પક્ષ સહિત 22 નગરસેવકો રાષ્ટ્રવાદીમાં જોડાઈ જશે. ઉલ્હાસનગર મનપામાં 40 સભ્યો ભાજપના છે, જેમાંથી 22 ઓમીના પક્ષના છે. તેથી રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાવાથી તેમના વિરુદ્ધ કોઈ પગલા લઈ શકાશે નહીં. તેમ જ ભાજપ પણ આ નગરસેવકો માટે વ્હીપ કાઢી શકશે નહીં.
તો આર્યન ખાનની દિવાળી જેલમાં, હાઈ કોર્ટમાં જામીન પર ચાલી રહી છે સુનાવણી; જાણો વિગત
બે દિવસ પહેલા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસે ઉલ્હાસનગરમાં એક કાર્યક્રમનુ આયોજન કર્યું હતું, જેમાં રાજયના જળસંસાધન પ્રધાન જયંત પાટીલ અને ગૃહ નિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ પણ ગયા હતા. કાર્યક્રમના સમાપન બાદ અડધી રાતે તેઓ પપ્લુ કાલાણીના ઘરે ગયા હતા. વહેલી સવારના લગભગ 4 વાગ્યે રાષ્ટ્રવાદીના નેતાઓ પપ્પુ કાલાણીના ઘરથી બહાર આવ્યા હતા. ત્યારથી રાજકીય સ્તરે ચર્ચાએ જોર પકડયું હતું કે કે કાલાણી પરિવાર હવે ફરી રાષ્ટ્રવાદી કોંગ્રસે સાથે જોડાશે. અહીં ઉલ્લેખનીય છે કે ગઈ વિધાનસભાની સાથે જ પાલિકાની ચૂંટણી પપ્પુ કાલાણીએ ભાજપ સાથે રહીને ચૂંટણી લડી હતી.
પપ્પુ કાલાણી અને તેનો પક્ષ રાષ્ટ્રવાદી સાથે જોડાય તે પહેલા જ પપ્પુ કાલાણીની વહુ પંચમ કાલાણીએ ભાજપના પાર્ષદ પદ પરથી અચાનક રાજીનામું આપ્યું હતું. તો પપ્પુ કાલાણીના પત્ની જયોતિ કાલાણી પણ રાષ્ટવાદી કોંગ્રેસ તરફથી વિધાનસભ્ય બની ચૂકયા છે. તેમનું એપ્રિલમાં જ નિધન થયું હતું.