ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
શાહરુખ ખાન બી-ટાઉનના સૌથી પ્રિય સ્ટાર્સમાંથી એક છે. શાહરુખ ખાન વિશે એવું કહેવાય છે કે તે બૉલિવુડનો ‘કિંગ’ છે. આ જ કારણ છે કે તેને બૉલિવુડમાં ‘કિંગ ખાન’ તરીકે ઓળખવામાં આવે છે. બૉલિવુડના બાદશાહ શાહરુખ ખાનના લાડલા આર્યન ખાનની NCB દ્વારા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઑક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આ મુદ્દો સતત હેડલાઇન્સમાં રહે છે. આર્યન બાદ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પણ NCBએ પોતાના રડાર પર લીધી હતી. NCBએ અનન્યાની પણ પૂછપરછ કરી છે. હવે આર્યન ખાન અને અનન્યા પાંડેની મિત્રતા વચ્ચે, શાહરુખ ખાન અને ચંકી પાંડેની મિત્રતા પણ ચર્ચાનો વિષય બની છે. શાહરુખની વાત કરીએ તો તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, જેના કારણે તે આજના સમયમાં ખૂબ જ મોટા સ્તર પર પહોંચી ગયો છે. કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈનો ને કોઈનો હાથ હોય છે એવું જ શાહરુખ ખાન સાથે થયું હતું.
ચંકી પાંડે અને શાહરુખ ખાનની મિત્રતા ઘણી જૂની છે. વાસ્તવમાં જ્યારે શાહરૂખે તેની સિનેમૅટિક સફર શરૂ કરી હતી, ત્યારે ચંકી પાંડે એ સમયે બૉલિવુડમાં એક મોટું નામ હતું. એવું કહેવાય છે અને માનવામાં આવે છે કે ચંકી પાંડેએ એ સમયે શાહરુખ ખાનને ઘણી મદદ કરી હતી. ચંકીએ માત્ર શાહરુખને લોકો સાથે ઓળખાણ જ નહોતી કરાવી, પરંતુ તેને તેના ઘરમાં રહેવા માટે જગ્યા પણ આપી હતી. શાહરુખ ખાનની પહેલી ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેની ગણતરી બૉલિવુડ સ્ટાર્સમાં થઈ ગઈ અને જોતજોતામાં જ શાહરુખ ખાન બૉલિવુડનો કિંગ બની ગયો.
અનન્યા પાંડેની ફિલ્મો નથી જોતી આ અભિનેત્રી, આપ્યું આ મોટું કારણ; જાણો વિગત
જોકે આ દરમિયાન શાહરુખ ખાન ચંકી પાંડે દ્વારા આપવામાં આવેલી મદદને ક્યારેય ભૂલી શક્યો નથી, કારણ કે ઘણી વખત ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને ચંકી પાંડે વિશે ઉલ્લેખ કર્યો છે કે તે ચંકી પાંડે હતો જેણે તેને તેના ખરાબ સમયમાં મદદ કરી હતી. મારા સ્ટાર બનવા પાછળ તેનો ખૂબ મોટો હાથ છે. બંને વચ્ચે 1980ના દાયકાથી મિત્રતા છે. આ જ કારણ છે કે લોકો કહે છે કે બંને વચ્ચેની મિત્રતા ઘણાં વર્ષો જૂની છે, જેને તોડવી ઘણી મુશ્કેલ છે. આજે પણ ચંકી પાંડે શાહરુખ ખાનની દરેક પાર્ટીમાં જોવા મળે છે.